મોરબી શહેરમાં એક તો ગણ્યા ગાંઠ્યા મુખ્ય રસ્તાઓ છે અને એ પણ સાંકડા ત્યારે મોરબીમાં ટ્રાફિકની સમસ્યા વરસો જૂની છે જેમાં સાંકડા રસ્તાઓ અને વધતી જતી વાહનો ની સંખ્યા પણ જવાબદાર છે.
ત્યારે આજે મોરબીમાં વહેલી સવારથી મુખ્ય રસ્તાઓ પર ચિક્કાર ટ્રાફિક જોવા મળી રહ્યો છે જેમાં આજે વિજય ટોકિઝ પાસે તેમજ કબ્રસ્તાન પાસે નો રોડ ની પેચ વર્ક કરવામાં આવ્યું છે અને કોઈ પણ પ્રકારની જાહેરાત કે પોલીસ વિભાગ સાથે સંકલન કર્યા વગર રસ્તા બંધ કરી દેવામાં આવતા દરરોજ આ રસ્તા પર ચાલતા વાહન ચાલકો પરેશાન થયા હતા અને મોરબીના રસ્તાઓ પર વાહનો ના થપ્પા લાગી ગયા હતા.જેને પગલે ટ્રાફિક પોલીસ ની ટીમ ને પણ તાબડતોબ તમામ કામો પડતા મૂકીને ટ્રાફિક કલીયર કરાવવા દોડી ગઈ હતી તેમજ નો પાર્કિંગ ઝોન માં પડેલ વાહન ટોઈંગ કરતી પોલીસ વાન પણ ટ્રોલી ને પાર્ક કરી ને તાબડતોબ ટ્રાફિક કલીયર કરવા દોડી જવા ફરજ પડી હતી વિજય ટોકીઝ અને કબ્રસ્તાન પાસે આ રસ્તાઓ માં રાત્રે પેચ વર્ક કર્યું હોય અને આગોતરી સૂચના કે જાહેરાત વગર બન્ને રસ્તાઓ બંધ કરી દેતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી અને વાહન ચાલકોની સાથે સાથે પોલીસ તંત્રને પણ હેરાન ગતિનો સામનો કરવો પડ્યો હતો.