મોરબીમાં બેફામ બનેલા અને નિયમોને નેવે મૂકી ફરતા રિક્ષાચાલકો ને લઇને અનેક ફરિયાદો ઊઠી હતી ત્યારે પોલીસે રિક્ષા ચાલકો વિરૂદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહિ કરી હતી.જે કાર્યવાહી બાદ પડઘા પડ્યા છે. રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા હતા.અને મોરબીમાં કોઈ રિક્ષા ચાલક હડતાળમાં ન જોડાવવા માંગતો હોય તો તેને જબરદસ્તી થી હડતાળમાં જોડાવા દબાણ કરી પેસેન્જરને નીચે ઉતારી વિરોધ નોંધાવ્યો હતો અને રેલી યોજી હતી.
ત્યારે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની જગ્યાએ અમુક તત્વો દ્વારા આ પ્રકારની દાદાગીરી ની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી જે બાદ દાદાગીરી કરતા અમુક તત્વો એ આ કૃત્ય બંધ કર્યું હતું.
તો બીજી તરફ શાંતિપૂર્ણ આંદોલન ના તરફેણમાં ચાલતા રિક્ષા ચાલકોએ મોરબી જિલ્લા પોલીસ વડા અને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં મસમોટા દંડનો વિરોધ અને રિક્ષા ચાલકો માટે પોઇન્ટ ફાળવવાની માંગ રજૂ કરવામાં આવી હતી.જે હડતાળ મામલે રિક્ષા ચાલકોની દાદાગીરી સામે આવી છે. હડતાળ ન રાખવા માંગતા રિક્ષા ચાલકોને રિક્ષા રોકવા મજબૂર કરાયા હતાં. જેમાં નાના બાળકો સાથે નીકળેલ મુસાફરોને નીચે ઉતાર્યા હતા.
ગાંધીચોકમાં અમુક રિક્ષા ચાલકોએ આતંક મચાવ્યો હતો. અમુક તત્વોએ રોડ પર ઊભા રહી મુસાફર ભરેલ રિક્ષાઓને ખાલી કરાવી રહ્યા છે જે દાદાગીરીને કારણે સામાન્ય લોકોને હાલાકી ભોગવવી પડી હતી. જેને ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને કોઈ રિક્ષા ચાલકોને બળજબરી પૂર્વક હડતાળમાં જોડાયા દબાણ ન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. જો આવું કૃત્ય કરશે તો પોલીસ કડક કાર્યવાહિ કરશે તેમ જણાવ્યું હતું. ત્યારે રિક્ષા ચાલકોએ આવેદન બાદ રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ માંગણીઓ નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.