મોરબી જિલ્લામાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ બનતી રહેતી હોય છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના મોરબી-વાંકાનેર હાઇવે રોડ પાસે બની છે. જેમાં સાઇડ કાપવાના ચક્કરમાં ટ્રક ચાલકે અચાનક કાવુ મારતા કારને સાઇડમાંથી ભટકાડી દઇ કારને રોડમા પલ્ટી ખવડાવી દેતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તેમજ આરોપી પોતાનું ટ્રકસ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી આલાપ રોડ અંજની પાર્ક પ્લોટ નંબર-૪૯ ખાતે રહેતા સુકેતુકુમાર સુરેશભાઇ અઘારા નામનો યુવક ગઈકાલે સાંજના સમયે મોરબી-વાંકાનેર હાઇવે રોડ ઉપરથી પોતાની GJ-03-DG-1065 નંબરની મારૂતી સુઝુકી કંપનીની ઝેન એસ્ટીલો કાર લઈ પસાર થઈ રહ્યો હતો. દરમિયાન GJ-14-Z-9828 નંબરના ટાટા કંપનીના ટ્રકનાં ચાલકે પોતાનું ટ્રક પુરઝડપે ચલાવી ફરીયાદીની કારની અચાનક સાઇડ કાપતા આગળ એક બીજું મોટું વાહન જતુ હોય જેથી સાઇડ કાપી નહી શકતા અચાનક કાવુ મારતા ફરીયાદીની કારને સાઇડમાંથી ભટકાડી દઇ કારને રોડમા પલ્ટી ખવડાવી દીધી હતી. તેમજ આરોપી અકસ્માત સર્જી પોતાનું ટ્રક રોડ પર જ મુકી નાશી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.