Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીમાં પત્નીએ અન્ય સાથે લગ્ન કરી લેતા પતિનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીમાં પત્નીએ અન્ય સાથે લગ્ન કરી લેતા પતિનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી-૨ માં ત્રાજપર ખારી વિસ્તારમાં ભાડેના મકાનમાં રહેતા પરપ્રાંતીય યુવકની પત્નીએ અન્ય સાથે લગ્ન કરી લેતા જે અંગે લાગી આવતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારી રામકુવા પાસે,જયંતીભાઈ ધારાભાઈ સીતાપરાના મકાનમા ભાડેથી રહેતા ઉત્તર પ્રદેશના બલીયા જીલ્લાના ઠેકહા ગામનો વતની ગોલુ જંગલી ગુપ્તા ઉવ.૨૬ની પત્ની અન્ય કોઈ વ્યકતિ સાથે જતી રહી તેની સાથે લગ્ન કરી લેતા જે બાબતે યુવકને મનોમન લાગી આવતા પોતાના રહેણાંક મકાને પોતાની જાતે લોખંડની ઈંગલમા ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઈ સત્યેન્દ્ર રાજેન્દ્રપ્રસાદ ગુપ્તા દ્વારા જાહેર કરતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!