Thursday, March 28, 2024
HomeGujaratમોરબીમાં પત્નિના પ્રેમીને પતિએ ધારિયાના ઘા ઝીંકીને પતાવી દીધો

મોરબીમાં પત્નિના પ્રેમીને પતિએ ધારિયાના ઘા ઝીંકીને પતાવી દીધો

નસીમ મકરાણીને અવાર-નવાર મળવા આવતા વિજય કોટકને ઇકબાલ મકરાણીએ મોતને ઘાટ ઉતાર્યો

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી : રાજકોટના રહેવાસી ઈકબાલ મકરાણીના પત્નીને મોરબીના પુરુષ સાથે પ્રેમસંબંધ હોય જેનો ખાર રાખી આરોપી પતિએ પ્રેમીને ધારિયાના ઘા ઝીંકી જીવલેણ ઈજા કરી તેમજ પત્નીને ધારીયાના ઘા ઝીંકી ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તો પ્રેમીને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હોય જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો.

મોરબીનાં ગુ.હા.બોર્ડ શનાળા રોડના રહેવાસી વિજય કાંતિલાલ કોટકે ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને આરોપી ઈકબાલ મકરાણી (રહે. રાજકોટ) વાળાની પત્ની નસીમ સાથે પ્રેમસંબંધ હોય અને નસીમબેન અવારનવાર તેના ઘરે આવતી હોય જેની આરોપી ઈકબાલ મકરાણીને જાણ થતાં સારું નહીં લાગતા તે બાબતનો ખાર રાખીને ગત તા. ૪નાં રોજ લોખંડના ધારીયા સાથે વિજય કોટકના મકાને આવીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ મારી નાખવાનાં ઉરાદે પેટના ભાગે ધારિયાનો ઘા મારી ઈજા કરી હતી તો નસીમબેન વચ્ચે તેને પણ ધારિયાના ઘા મારી ઈજા થઈ હોય અને ઈજાગ્રસ્ત વિજય કોટકને સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું મૃત્યુ નીપજયું હતું. જેથી બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!