મોરબીમાં કતલખાને લઈ જવાતા પશુઓનો આબાદ બચાવ થયો છે. જેમાં મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દ્વારા ૧૦ પાડા ભરેલ તુફાન ગાડી સાથે બે ઈસમોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઈસમો આ પાડા કતલખાને લઇ જતા હતા.
મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના જણાવ્યા અનુસાર, ગત રાત્રીના હિરેનભાઈ વ્યાસ તથા હરેશભાઈ ચોટીલા ચૌહાણ દ્વારા મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીનાં મોરબી ગૌરક્ષક અને અને ચોટીલાનાં ગૌરક્ષકોને માહિતી આપવામાં આવી હતી કે, મોટા પ્રમાણમાં GJ.O3.BW. 2405 નંબરની તુફાન ગાડીમાં જીવને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જે તુફાન કચ્છ બાજુથી માળીયા થઈને રાજકોટ તરફ જવાની છે. જે માહિતીના આધારે મોરબી, લીમડી તથા ચોટીલાના ગૌરક્ષકો દ્વારા વોચ રાખવામાં આવી હતી. ત્યારે ગાડી મોરબી રવિરાજ ચોકડીથી પસાર થતા ગૌ રક્ષકોએ તેનો પીછો કરી ગાડી ઉભી રખાવી હતી અને તેમાંથી પાડાઓને મુક્ત કરાવ્યા હતા. જેમાં મોરબી હિન્દુ યુવા વાહિની જિલ્લા પ્રમુખ અને ખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠનમંત્રી કેબી બોરીચા તથા મોરબી હિન્દુ યુવા વાહિની શહેર પ્રમુખ
ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા, હિન્દુ યુવા વાહિની જિલ્લા ઉપપ્રમુખ વૈભવભાઈ જીતેશભાઈ ઝાલરીયા, ગૌરક્ષક રઘુભાઈ લીમડી, જય કિશનભાઇ આહીર, યશભાઈ વાઘેલા, વૈભવભાઈ પટેલ, કૃષભભાઈ રાઠોડ, મીતભાઈ, ભરતભાઈ સોનગરા, મનીષભાઈ કનજારિયા સહીત સંપૂર્ણ ટીમ દ્વારા આ કરવામાં આવી હતી. તેમજ સમગ્ર મામલે ગાડી પકડીને તાલુકા પોલીસ સ્ટેશનને કાયદેસરની કાર્યવાહી કરવા સોંપી આપવામાં આવી હતી.