મોરબીના માધાપર શેરી નં.૦૧ માં રહેતા શૈલેષભાઇ બાબુભાઇ કાંજીયા (ઉ.વ.૪૫)એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જીતેશ ઉર્ફે ગુડો બાબુભાઇ કાંજીયા અને રાજેશ ઉર્ફે બુધીયો લખમણભાઇ રહે બંને માધાપર વાળા શેરીમા ગાળો બોલતા હોય ફરિયાદી એ શેરીમાં ગાળો બોલવાની ના પાડતા બન્ને આરોપીએ ઉશ્કેરાઇ જઈને ફરિયાદી શૈલેષભાઇ ઢીકા પાટુ નો માર માર્યો હતો અને આરોપી જીતેશ એ શૈલેસભાઈ ને પકડી રાખી આરોપી રાજેશ એ લોખંડના પાઇપ વડે માથાના ભાગમાં મારતા ફરિયાદી લોહી લુહાણ થઈ ગયાં હતાં અને જતા જતા આરોપીઓ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતા ગયા છે.
જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આઈપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં હતી.