મોરબીનાં કાવેરી સીરામીક પાસે પોતાની દુકાન પાસે સામાન ન રાખવા બાબતે થયેલ બબાલમાં ખુનીખેલ ખેલાયો ખેલાયો હતો. અને બે શખ્સો પર ચાર ઈસમોએ લાકડાના ધોકા, સળીયા, હથોડા જેવા હથીયાર વડે હુમલો કર્યો હતો. જેમાં બંને લોકો ગંભીર રીતે ઘવાતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં ન્યુ હાઉસીંગ બોર્ડ એલ-૫૫૧ શનાળા રોડ ખાતે રહેતા વિરલભાઇ જીતેન્દ્રભાઇ પીઠવા તથા આરોપી ધનજીભાઇ પરમારની બાજુબાજુમા દુકાનો હોય જેથી ધનજીભાઇ પરમાર, કિરીટભાઇ ધનજીભાઇ પરમાર, ધ્રુવભાઇ ધનજીભાઇ પરમાર તથા એક અજાણયો ઇસમ (રહે બધા મોરબી) એ ફરીને સામાન દુકાન પાસે નહી રાખવા બાબતે બોલાચાલી જપાજપી કરી ગાળો બોલી લાકડાના ધોકા, સળીયા, હથોડા જેવા હથીયાર ધારણકરી ફરિયાદી વિરલભાઇ તથા સાહેદને આડેધડ મારમારી ફરિયાદીને શરીરે મુંઢ ઇજા કરી તથા સાહેદને જમણી આંખમા તથા ડાબા હાથની આંગળીમા ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.