પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રોહી, જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પોલીસ બેડાને અવારનવાર સુચના આપવામાં આવતી હોય છે. જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે ૨૦૦ લીટર દેશી દારૂ સાથે બે ઇસમોને દબોચી લીધા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે રંગપર ગામની સીમ એલવી ગ્રેનીટો લક્ષવીર સીરામીક પાછળ ચેકિંગમાં હતી. તે દરમિયાન પોલીસે GJ-01-FT-2705 નંબરની ઇકો કારને રોકી તેમાં સવાર નરેશ અવચરભાઇ ધામેચા તથા રાજેશ લાભુભાઇ ફતેપરાની પૂછપરછ કરી કાર તપાસતા તેમાંથી ચાર પ્લાસ્ટિકના બાચકાઓમાં ૫ લીટરની ક્ષમતાવાળી કેફી પ્રવાહી પીણુ ભરેલ ૪૦ મોટી કોથળીઓમાં રહેલ ૨૦૦ લીટર દેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે ઇકો કારમાં લઇ જતા હોય જેથી કાર સહીત કુલ રૂ.૧,૦૪,૦૦૦/-નાં મુદામાલ સાથે પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.