Saturday, December 2, 2023
HomeGujaratમોરબીમાં ભંગારના વાડામાંથી અર્ટિગા કાર સાથે આવેલ બે શખ્સો ૨૮ હજારનો તાંબા,પિત્તળનો...

મોરબીમાં ભંગારના વાડામાંથી અર્ટિગા કાર સાથે આવેલ બે શખ્સો ૨૮ હજારનો તાંબા,પિત્તળનો ભંગાર ઉસેડી ગયા

મોરબીના કાંતિનગરમાં આવેલ ભંગારના ડેલામા રાત્રીના સમયગાળા દરમિયાન ત્રાટકેલા માળીયાના બે શખ્સો તાંબા, પીતળ ના ભંગારનો જથ્થો અર્ટિગા ગાડીમાં ભરી ચોરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. જ્યારે એક આરોપીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીના કાંતીનગરના ઢાળ પાસે આવેલ જમાલશા રહેમાનશા શાહમદાર (ઉ.વ.૫૦)ના ભંગારના ડેલામા તા.૨૨/૧૧/૨૦૨૧ ના રાત્રીમા એકાદ વાગ્યે સુલેમાનભાઇ હૈદરભાઇ જેડા જાતે-મિયાણા ઉ.વ.૩૩ ધંધો-મંડપ સર્વીસ રહે- ભરવાડ વાડા વિસ્તાર, માળીયા અને ફતેમામદ તાજમામદ જામ જાતે-મિયાણા રહે-માળીયાવાળા બે શખ્સો ત્રાટકયા હતા. આ બન્ને આરોપીઓ અર્ટીગા ગાડી સાથે આવી 20 કિલો તાંબાનો ભંગાર કિ.રૂ.૧૩૦૦૦ તથા ૩૦ કી.લો.પિતળનો ભંગાર કિ.રૂ.૧૫૯૦૦ સહિત કુલ રૂ. ૨૮,૯૦૦ની ચોરી કરી ગયા હતા આ અંગે જમાલશા એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી આરોપી સુલેમાનભાઇ હૈદરભાઇ જેડાને ઝડપી લીધો છે જયારે ફરાર આરોપી ફતેમામદ તાજમામદ જામને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!