મોરબીની સિધ્ધાર્થ સોસાયટીમાં રહેતા વૃદ્ધને વધુ રૂપિયાની લાલચ આપી દિલ્હીના એક શખ્સ સહિત બે ઈસમોએ રૂપિયા ૫.૬૧ લાખ જમા કરાવી લીધા બાદ વૃદ્ધનું મૃત્યુ થયું હોવા છતાં રૂપિયા પરિવારજનોને પરત ન આપી છેતરપીંડી કરનાર ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોરબીની ગુરૂક્રુપા હોટલ પાછળ રહેતા નાનજીભાઇ મકવાણા હયાત હતા તે દરમિયાન તેની પાસેથી આરોપી મધુ શર્મા રહે- દિલ્હી અને મહમદ અરશદે તેઓને ફોન કરી જુદી જુદી સ્કીમોમાં ભોળવી રૂપિયા રોકાણ કરવાની લાલચ આપી હતી આ દરમિયાન આંબા આબલી બતાવી રૂપિયા- ૫,૬૧,૯૪૯ બેંક મા જમા કરાવી લીધા હતા ત્યારબાદ વૃદ્ધનું મોત નીપજ્યું હોય છતાં મૃતકના પરિવારજનોને આ શખ્સો એ રૂપિયા પરત નહી આપી હાથ ઊંચા કરી દેતા મૃતક વૃદ્ધના પુત્ર વિશાલભાઇ નાનજીભાઇ મકવાણા (ઉ.વ.૪૧ ધંધો- મંડપ સર્વીસ) એ બન્ને ઈસમ વિરુડજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વિરુદ્ધ આઇ.પી.સી. કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાંથી બે બાઈક ચોરાયા
મોરબીના નગરદરવાજા વિસ્તારમાંથી વધુ બે બાઈક ચોરાયાની ફરિયાદ ઉઠી છે.જેને પગલે પોલીસે અજાણ્યાં ઈસમ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ટંકારાના નશીતપર ખાતે રહેતા મોહનભાઇ જેઠાભાઇ ચાવડા (ઉ.વ.૬૦)એ મોરબીના નગરદરવાજા પાસે આવેલ બિસ્મીલ્લાહ હોટલ સામે પોતાનું ટી.વી.એસ મોટર કંપનીનુ XL-100 હેવી ડ્યુટી મોપેડ મો.સા રજી નં.GJ-36-AB-5193 પાર્ક કર્યું હતું જેને તથા સાહેદ સાગરભાઇ ગણવંતભાઇ ભટના ટી.વી.એસ મોટર સાયકલ હેવી ડ્યુટી મોપેડ મોટર સાયકલ નં.GJ-36AA-7312ને અજાણ્યો ઈસમ હંકારી ગયો હતો આ અંગે મોટરસાયકલ ના માલિકને જાણ થતા તેઓએ નજીક શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાઈકની ક્યાંય ભાળ ન મળતા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.