Saturday, May 4, 2024
HomeGujaratમોરબીમાં વોટ્સએપ થકી વર્લીફીચરનાં આંકડા લખી જુગારનો કાળો કારોબાર ચલાવતા બે ઝડપાયા

મોરબીમાં વોટ્સએપ થકી વર્લીફીચરનાં આંકડા લખી જુગારનો કાળો કારોબાર ચલાવતા બે ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ સામે લાલ આંખ કરી જીલ્લા પોલીસ તંત્રને શખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપતા સ્થાનિક પોલીસમાં જાણે રેસ લાગી હોય તેમ એક બાદ દરોડાઓ પાડી જુગાર રમતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બે શખ્સોને વર્લીફીચરનો જુગાર રમતા રમાડતા ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.ઇ.કોલેજ રોડ કેસરબાગ પાસે જાહેરમાં યુનુસ ઉર્ફે કારો નથુસા શાહમદા (રહે.મોરબી મકરાણી વાસ બ્રાહમણની ભોજનશાળા પાછળ) તથા અવેશ (રહે.મોરબી કાલીકાપ્લોટ) નામના શખ્સો વર્લીફીચરનો જુગાર રમતા રમાડતા હોવાની બાતમી મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મળતા જ તેઓ દ્વારા સ્થળ પાર રેઈડ કરી બંને આરોપીઓ પૈકી યુનુસ ઉર્ફે કારો જાહેરમાં વરલી ફીચરના આંકડાઓ લખી જુગાર રમી રમાડી મોબાઇલ ફોન ઉપર વર્લીફીચરના આંકડાઓ વોટસઅપમાં લઇ અવેશ પાસે કપાત કરાવતો હોય જે દરમિયાન પોલીસે તેને પકડી પાડ્યો હતો અને રોકડ રકમ રૂ.૪૨૬૦/- તથા રેડમી કંપનીનો મોબાઇલ મળી કુલ રૂ.૬૭૬૦/- સહીત જુગારના સાહિત્યનો મુદામાલ પકડી પાડ્યો છે. અને અન્ય ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!