મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં બે અકાળે મોતના બનાવો નોંધાયા હતા. જેમાં એક બાળકનું વીજ શોક લાગતા તો એક શખ્સનું ઝેરી દવા પો જતા મોત નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં, મોરબીના રફાળેશ્ર્વર સરોવર પોર્ટીકો હોટલની પાછળ વિનાયક પોલી પ્લાસ્ટના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ નેપાળના પહલેસિંહ ઉર્ફે પાલસિંહ ડબલેસિંહ પરીયારનો દીકરો સંતોષ ગત તા.૨૦/૦૯/૨૦૨૩ ના રોજ રફાળેશ્ર્વર સરોવર પોર્ટીકો હોટલની પાછળ આવેલ વિનાયક પોલી પ્લાસ્ટના લેબર ક્વાર્ટરના પહેલા માળે આવેલ સીડી પર લોખંડના સેન્ટીંગના પાતળા તારનું લંગરીયુ બનાવી રમતા રમતા બાજુમાંથી પસાર થતા ચાલુ ઇલેકટ્રીક તાર પર લોખંડના સેન્ટીંગના પાતળા તારનું લંગરીયુ નાંખતા ઇલેકટ્રીક શોટ લાગતા બંન્ને હાથે શરીરે ગંભીર રીતે દાઝી જતા તેનું ગત તારીખઃ-૨૨/૦૯/૨૦૨૩ ના રાજકોટ સરકારી દવાખાને સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, મોરબીમાં સંસ્કાર પાર્ટી પ્લોટ ધ્રુવી હોસ્પિટલ સામે કંડલા બાયપાસ શીવગંગા એપાર્ટમેન્ટ બ્લોક નં.૬૦૩ ખાતે રહેતા મનોજભાઇ ગોરધનભાઇ દેસાઇએ ગઈકાલે કોઇ બદનામીના કારણે ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેનો મૃતદેહ વાંકાનેરની સરતાનપર માટેલ રોડ લેન્ડડેકોર સીરામીક સામે બોખલી સીમ વિસ્તાર સુરેશભાઇ ભાલોડીયાના ખેતરમાં આવેલ ઓરડીમાં ડીકમ્પોઝ હાલતમાં મળી આવતા મૃત્યુનો બનાવ બન્યો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


                                    






