Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીના જાંબુડીયા ગામે ટ્રકના ચાલકે બેફિકરાઈથી ટ્રક રિવર્સ લેતા ખાટલા ઉપર સુતા...

મોરબીના જાંબુડીયા ગામે ટ્રકના ચાલકે બેફિકરાઈથી ટ્રક રિવર્સ લેતા ખાટલા ઉપર સુતા આધેડનું ટ્રક હડફેટે મોત

મોરબીમાં વધુ એક ટ્રક યમદૂત બની એક યુવકની જિંદગી હોમી ગયો હતો. જેમાં મોરબીના જાંબુડીયા ગામની સીમ માઇક્રો મીનરલ્સ કારખાનામાં ખાટલા ઉપર સુતા આધેડને રીવર્સમાં આવતા ટ્રકે હડફેટે લેતા યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અમદાવાદનાં વડગાસ ગામે રહેતા લાલજીભાઇ મગનભાઇ દેત્રોજાએ મોરબીમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈના મોત અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગેલાભાઈ ડાયાલાલ બાયકા (રહે. પાચાળા વાઢ તા.રાપર જી.કચ્છ) નામના શખ્સે પોતાનું GJ-12-BV-6380 નંબરનું ટ્રક પુર ઝડપે અને માણસોની જીંદગી જોખમાય તેમ પાછળ જોયા વગર બેદરકારીથી ટ્રક રીવર્સમાં ચલાવી ધીરૂભાઇ મગનભાઇ દેત્રોજા ખાટલા ઉપર સુતા હોય તેઓને ખાટલા સહીત હડફેટમાં લઇ ટ્રકના ટાયરના જોટામાં શરીરના પેટથી ઉપરનો ભાગ ચગદી નાંખી ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું. ત્યારે પોલીસે લાલજીભાઇ મગનભાઇ દેત્રોજાની ફરિયાદના આધારે ગેલાભાઈ ડાયાલાલ બાયકાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!