મુંગા પશુ જીવોને ઇજા કે બિમારીમાં તત્કાલ સારવાર ઉપલબ્ધ કરાવતી એનિમલ એમ્બ્યુલન્સ – 1962નો રાજયમાં પ્રારંભ કરાયા બાદ આ સેવા હાજરો પશુઓના જીવ બચાવવા નિમિત્ત બની છે ત્યારે આજે મોરબીના પાનેલી ગામે 1962ની ટીમે ગાયની જોખમી ડિલિવરી કરાવી ગાય માતાનો જીવ બચાવ્યો હતો.
ગુજરાતમાં અબોલ પશુ જીવો માટે એમ્બ્યુલન્સ શરૂ કરી રાજ્યમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ હતી જે સેવા ખૂબ ઉપયોગી નીવડી રહી છે ત્યારે આજે મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા કાળુભાઇ કલોત્રાની ગાયની પ્રસુતી કરાવવી હોવાથી 1962 માં કોલ કરીને લાલપર MVD નો સંપર્ક કરવામાં આવ્યો હતો. કોલને પગલે આ ટિમ તાત્કાલિક દોડી ગઈ હતી જ્યાં તપાસ કરતા 1962 ટીમ દવારા પસુતી કરવા મેહનત કરવામાં આવી પણ ગ્રભમાં રહેલ વાછરડી મુર્ત્યું પામી હવાનું માલુમ પડ્યું હતું. તે સંજોગમાં સિજરયન કરવું જરૂરી જણાયું હતું જેથી લગભગ 4 કલાક જેટલી જહેમત બાદ ઓપેરશન કરી ગાયનો જીવ બચાવમાં આવ્યો હતો.10 ગ્રામ દીઠ એક પશુ યોજનામાં કામ કરતા ડો. તાલિબ હુસેન, ડો. વિપુલ કાનાણી અને પાયલોટ રજનીશ સોલંકી, પાયલોટ જયદીપ જલુ ધ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવતા પશુપાલકોએ આભાર વ્યક્ત કર્યો હતો.