મોરબી તાલુકાના રાજપર ગામે દીકરીના લગ્ન અટકાવ્યા અટકાવ્યા હોવાનો વહેમ રાખી ત્રણ ઈસમોએ યુવાનને ઢોર માર માર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે આ અંગેની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ બાદલપર(આમરણ) ગામે રહેતા મગનભાઇ કલ્યાણજીભાઇ સાવરીયાના મામા બાબુભાઇની દિકરીના લગ્ન નાની ઉંમરના કારણે અટકી ગયા હતા. તે લગ્ન મગનભાઈના પિતાએ રોકાવ્યા હોવાનો વહેંમ રાખી વિનોદભાઇ શિવાભાઇ સાવરીયા, સુરેશભાઇ શીવાભાઇ સાવરીયા અને જયદિપ કાળુભાઇ સાવરીયા સહિતનાઓએ એકસંપ કરી મગનભાઇનો પીછો કરી માથાકૂટ કરી હતી. આથી મગનભાઇએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ ત્રણેય આરોપીઓ છુટા હાથે તૂટી પાડી ઢીકા પાટુનો માર મારી ધક્કા-મુક્કી કરી નીચે પાડી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મગનભાઈએ ત્રણેય આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તમામને પકડી પાડી કાયદાના પાઠ ભણાવ્યા છે.