મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમમાં આવેલ ઝાલાભાઈની વાડીયે રહેતા જશુબેન કાળુભાઇ ચમાર ઉવ.૨૨ એ ગઈકાલે બપોરના સમયે ઉપરોક્ત વાડીયે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને ઝેરી અસર થઇ હતી ત્યારે તાત્કાલિક અત્રેની સરકારી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલ હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર હાલ ભાનમાં હોય અને તેનો લગ્નગાળો બે વર્ષનો હોવાનુ જણાવ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.