ટંકારાના નેકનામ ગામ ખાતે રહેતી અનીતાબેન ગોવિંદભાઇ પીપલાજ નામની પરણિત મહિલાએ ગઈકાલે સાડા આઠેક વાગ્યેની આસપાસ પોતાના ગામ નેકનામ રોડ ખાતે કોઇ કારણ સર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમના પતિ ગોવિંદભાઇને બનાવ અંગેની જાણ થતા જ તેઓએ પ્રથમ મહિલાને પ્રાથમિક સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાંથી તેઓને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યાં તેઓને બેભાન હાલતમા ખસેડવામાં આવતા ઇમરજન્સી વોડમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે. તેમ રાજકોટ હોસ્પીટલ ચોકીના એચ.સી જીગનેશભાઇ મારૂએ જણાવ્યું હતું.