મોરબીના નીચી માંડલ ગામે આવેલ ઇટાલેક સીરામીક કંપનીમાં રહેતા રાધેશ્યામભાઇ રામચંદ્રભાઇ ઉવ.૨૯ એ ગઈકાલ તા.૦૮/૦૩ ના રોજ ઝેરી દવા ગટગટાવી લીધી હોય ત્યારે રાત્રીના એક વાગ્યાની આસપાસ દવા પીધેલ હાલતમાં ઇટાલેક કોલોનીની વચ્ચેની ગટરમાં પડી ગયેલ હોય ત્યારબાદ તેમના પત્ની રેખાબેન રાધેશ્યામભાઇ અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે લાવેલ હતા, જ્યાં હજાર ડોક્ટરે જોઈ તપાસી રાધેશ્યામભાઇને મૃત જાહેર કર્યા હતા, ત્યારે પોલીસે મૃતકના પત્ની પાસેથી પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.