મોરબી તાલુકાના નીચી માંડલ ગામ ખાતે વૃદ્ધ મહિલાએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળે ફાસો ખાઈ લેતા તેના દિકરા દ્વારા તેમના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેને લઇને પોલીસે અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના નીચી માંડલ ગામ ખાતે રહેતા વજીબેન યશવંતભાઈ ઘેટીયા નામના વૃદ્ધાએ ગઈકાલે તા.૨૯/૦૮/૨૩ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળે ફાસો ખાઈ લેતા તેમના મૃતદેહને મૃતક વૃદ્ધાના દિકરા કિશોરભાઈ દ્વારા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે વૃદ્ધાને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.