Sunday, December 29, 2024
HomeGujaratમોરબીમાં જૂની અદાવતમાં યુવક પર હુમલો કરી રિવોલ્વર તરફ ઈશારો કરી મારી...

મોરબીમાં જૂની અદાવતમાં યુવક પર હુમલો કરી રિવોલ્વર તરફ ઈશારો કરી મારી નાખવાની ધમકી અપાઈ:દસ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો

મોરબીનાં રબારીવાસ ખાતે રહેતા યુવકને ઈસમ સાથે અગાઉ પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી. જે બાબતનો ખાર રાખી ઈસમે પોતાના મિત્રો સાથે ટોળકી રચી યુવક પર ઘાતકી હુમલો કરી રિવોલ્વર તરફ ઈશારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના રબારી વાસ શેરી નં – ૦૨ ખાતે રહેતા ૨૬ વર્ષીય સંજયભાઈ જેમલભાઈ મોરીને ઉપર અગાઉ પાર્કિંગ બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી આરોપી દેવ હકાભાઈ કુંભારવાડીયાએ ટોળકી રચી યુવક પર જીવલેણ હુમલો કર્યો છે. જેમાં આરોપી દેવ હકાભાઇ કુંભારવાડિયાએ પોતાના મિત્રો વિશાલ ડાંગર, અમિત ડાંગર, નાગદાન બોરીચા, અંકિત, હિતુ, તીર્થ જયસુખભાઈ કૈલા અને ત્રણ અજાણ્યા શખ્સોએ ગઈકાલે તા.૦૧/૦૧/૨૦૨૪ ના રોજ ફરિયાદીની GJ-36-R-1227 નંબરની મારૂતી સીફ્ટ He 20 કાર આશરે પોણા આઠેક વાગ્યાના અરશામાં મોરબી શનાળા રોડથી બાળકીને સાગર હોસ્પીટલ વાળી શેરીમાં લઈ જતા હતા ત્યારે એક નંબર વગરની કાળા કલરની બૅન્ડાઈ કંપનીની ક્રેટા કાર લઇ આવી આગળ અવરોધ કરી ઉભી રાખેલ તથા ફરિયાદીની કારની પાછળ પણ મારૂતી સુઝુકી કંપનીની GJ- 36-R-5462 નંબરની બ્રેઝા કાર ઉભી રહી ગયેલ તેમજ કારની સાઇડે બાજુમા એક કાળા કલરનું GJ-36-J-3695 નંબરનું એકટીવા સ્કુટર ઉભુ રહેલ જેમાંથી તમામ આરોપીએ ઉતરીને ફરિયાદીની કારને નુકશાન કરી લોખંડના પાઈપ તથા લાકડાના ધોકાઓ તથા છરી વડે ફરિયાદી સંજયભાઈ પર હુમલો કરી ફરિયાદીને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા તથા શરીરે મુંઢ ઈજા પહોચાડી તેમજ તેની સાથેના કરણભાઈને મુંઢ ઇંજા પોંહચાડી આરોપી દેવ કુંભારવાડીયા એ પોતાની રિવોલ્વર તરફ ઈશારો કરી ને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!