વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે ૪૦ વર્ષીય પરિણીતાએ રસોઈ બાબતે પતિ દ્વારા મળેલા ઠપકાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત થતા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપમૃત્યુના બનાવ અંગે મળતી વિગતો અનુસાર, જાહેર કરનાર રાજેશભાઇ ઉર્ફે વિશાલભાઇ અમરાભાઇ નાયકા રહે. હાલ પંચાસીયા ગામે વાડીમાં મુળરહે.નાનસલાઇ તા.સંતરામપુર જી.મહીસાગર દ્વારા પોલીસને આપેલ વિગતો મુજબ, મરણજનાર મંજુલાબેન રાજેશભાઇ ઉર્ફે વિશાલભાઇ નાયકા ઉવ.૪૦ને રસોઈ બનાવવા બાબતે પતિએ ઠપકો આપતા મનમાં લાગી આવ્યું હતું. આ કારણે તેમણે તા.૦૩/૦૨/૨૦૨૬ના રોજ પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી. જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ચાલુ સારવાર દરમિયાન તા.૦૭/૦૨/૨૦૨૬ના રોજ તેમનું મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા અ.મોત નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









