હળવદ તાલુકાના પાંડાતિરથ ગામની મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી મોત મીઠું કરી લેતા નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પાંડાતીરથ ગામે રહેતા સમીબેન વસીમભાઇ રોવંગીયા (ઉ.વ.૩૨)તે તા-૦૫/૧૦/૨૦૨૧ ના રોજ પોતાની વાડીએ હોય ત્યારે કોઇ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેની આજુબાજુના લોકોને જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત અંગેનું ડોકટરે જાહેર કર્યું હતું.