Friday, March 21, 2025
HomeGujaratમોરબીના પીપળી ગામે બાઇક રીપેરીંગના પૈસાની ઉઘરાણી કરી આધેડને માર માર્યો

મોરબીના પીપળી ગામે બાઇક રીપેરીંગના પૈસાની ઉઘરાણી કરી આધેડને માર માર્યો

ત્રણ ઈસમો વિરુદ્ધ એટ્રોસિટી સહિતનો ગુનો નોંધાયો

- Advertisement -
- Advertisement -

 

મોરબી યલુકાના પીપળી ગામે બાઇક રીપેરિંગના પૈસા બાકી હોય જે વારંવાર માંગતા, સગવડતા ન હોવાને કારણે આધેડ દ્વારા નહિ આપતા ગેરેજ મિકેનિક સહિત ત્રણ ઈસમો દ્વારા આધેડને જાતિ પ્રત્યે હડધૂત કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે ભોગ બનનાર દ્વારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

ઉપરોક્ત મામલે મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળી ગામે માનસધામ સોસાયટી-૧માં રહેતા મૂળ પંચાસર ગામના વતની પ્રવિણભાઈ દેવશીભાઈ ટુડીયા ઉવ.૪૧ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી લાલાભાઈ મેવાળા રહે.પીપળી ગામની સામે માનસધામ સોસાયટી-૧, રાકેશ આહીર તથા રાજકુમાર એમ ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફરીયાદી પ્રવીણભાઈએ આરોપી લાલભાઈના પાવડીયારી પાસે આવેલ બજરંગ ગેરેજમાં પોતાનું બાઇક જીજે-૦૩-ઈડી-૫૭૬૯ વાળુ રીપેરીંગ કરાવેલ હોય જેનું બીલ રૂ.૧૦૦૦૦/- થયેલ હોય ત્યારે પ્રવિનભાઈએ રૂ.૩૦૦૦/- આપેલ હોય બાકીના રૂ.૭૦૦૦/-ની હાલ સગવડતા ન હોય જેથી થોડા દિવસો બાદ આપવાનું કહ્યું હતું. જે બાદ આરોપી લાલાભાઈ અવાર નવાર રૂપિયાની ઉઘરાણી કરતા હોય, ત્યારે ગઈ તા.૧૬ માર્ચના રોજ ત્રણેય આરોપીઓ પ્રવીણભાઈના ઘર પાસે ગયેલ અને ફરિયાદીને બહાર બોલાવી રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ બે દિવસ પછી આપી દેવાનું કહેતા ત્રણેય આરોપીઓએ અપશબ્દો, ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા, તે દરમિયાન આરોપી લાલાભાઈએ તેના હાથમાં પહેરેલ કડુ પ્રવીણભાઈને કપાળના ભાગે મારી દઈ ઈજા કરી તેમજ ડાબા કાન ઉપર ઝાપટો મારી કાનમાં ઈજા કરી ત્રણેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી જતા રહ્યા હતા, હાલ તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!