મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રસ્તામાં નડતરરૂપ વાહન લઇ લેવાનું કહેતા ત્રણ શખ્સો દ્વારા યુવકને ઢીકાપાટુનો મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી તથા એટ્રોસિટી કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની અટક કરવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા મહેશભાઇ નાથાભાઇ ઉર્ફે હરેશભાઇ શ્રીમાળી ઉવ.૪૦ એ આરોપી પુનાભાઇ સોંડાભાઇ ભુંડીયા, મશરૂભાઇ સોંડાભાઇ ભુંડીયા, બાબુભાઇ બચુભાઇ ભુંડીયા બધા રહે. પ્રેમજીનગર ગામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે આ કામના આરોપી પુનાભાઈએ રસ્તામાં પોતાનુ આઇશર વાહન રાખેલ હોય જે ફરિયાદી મહેશભાઈને નડતરરૂપ હોય જેથી તેણે આરોપી પુનાભાઇને આઇશર વાહન રસ્તામાંથી લઇ લેવા કહેતા પુનાભાઇએ મહેશભાઈને જાહેરમાં જાતીપ્રત્યે અપમાનજનક શબ્દો બોલી લાફો મારેલ હતો જે બનાવ બાદ મહેશભાઈ પોતાના ઘરે જતા રહેલ ત્યારબાદ આરોપી પુનાભાઈ તથા તેનો ભાઈ સહીત ત્રણ આરોપીઓ મહેશભાઈના ઘર પાસે જઇને જાહેરમાં ગાળો આપી જાતીપ્રત્યે અપમાનજનક શબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી લાકડી વડે કપાળના ભાગે એક ઘા માર્યો હતો. જે દરમ્યાન પાડોશમાં રહેતા મનહરભાઇ બચાવવા જતા તેઓને પણ હાથમાં ઇજા કરી ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહીતની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ ચલાવી છે.