Saturday, December 28, 2024
HomeGujaratવડગામના ધારાસભ્યની ધરપકડના વિરોધમાં ટંકારા મામલતદારને અપાયું આવેદનપત્ર

વડગામના ધારાસભ્યની ધરપકડના વિરોધમાં ટંકારા મામલતદારને અપાયું આવેદનપત્ર

વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડથી રાજ્યભરમાં વિરોધનો સુર ઉઠ્યો છે તેવા સંજોગો વચ્ચે ટંકારા તાલુકા પંચાયત સદસ્ય તથા દલિત સમાજ દ્રારા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને સત્વરે મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય જેન્તીભાઈ સારેસા અને તાલુકાના દલિત સમાજના લોકોએ મામલતદારને લેખિત રજૂઆત કરી જણાવ્યું કે જીજ્ઞેશ મેવાણી અનુ. જાતિના હોય સમાજના નેતૃત્વને ડરાવવા અને દબાવવા ભાજપ સરકાર પ્રયાસ કરી રહી છે પરંતુ લોકશાહી દેશમાં આ પ્રકારની તાનાશાહી અને હિટલર શાહી ચલાવી નહી લેવાઈ તાકીદે કેસ પાછો ખેંચી રીહા કરવા માટે અંતમાં જણાવી જો આમ કરવામાં નહી આવે તો ના છુટકે રસ્તા ઉપર ઉતરી ન્યાય માટે લડતના મંડાણ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!