Thursday, January 23, 2025
HomeGujaratરાજકોટમાં રૂપિયાની લાલચમાં પતિ અને સાસુ સસરાએ વહુ સાથે કર્યું શર્મસાર કામ!જાણો...

રાજકોટમાં રૂપિયાની લાલચમાં પતિ અને સાસુ સસરાએ વહુ સાથે કર્યું શર્મસાર કામ!જાણો સમાજને લાંછન લગાવતા આ કિસ્સા વિષે

રાજકોટમાં સભ્ય સમાજને શરમાવે તેવી ઘ્રૃણાસ્પદ ઘટના ભક્તિનગર વિસ્તારમાંથી સામે આવી છે. જેમાં પૈસા કમાવવાની લાલચમાં પતી તથા સાસુ-સસરાએ તમામ હદો પાર કરી છે. સાસુ-સસરાએ પોતાના જ પુત્ર અને પુત્રવધુના અંગતપળોના વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હોવાની ઘટના સામે આવી છે અને આ તમામ કાવતરા માં પતી પણ શામિલ હતો.જેથી ૨૧ વર્ષીય પરિણીતાએ પતિ, સાસુ તેમજ સસરા વિરુદ્ધ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી પ્રમાણે, રાજકોટના પોશ વિસ્‍તારમાં રહેતાં પરિવારની ૨૧ વર્ષની પુત્રવધૂ સાથે દુષ્કર્મ અને અત્યાચાર આચરાયો હોવાની વાત સામે આવી છે. જેમાં રાજકોટના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન એક ૨૧ વર્ષીય યુવતી ફરિયાદ નોંધાવવા માટે પહોંચી હતી ત્યારે તેના દ્વારા સાયબર ક્રાઇમ સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે, તેનો પતિ તેના સાથે બેડરૂમમાં જે અંગત પળો માને છે તે તમામ તેના સસરા દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવે છે અને તેને રૂપિયા કમાવાના ઇરાદે થી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે ત્યારે પોલીસ પણ આ સમગ્ર ઘટના જાણી થોડી ક્ષણ માટે ચોકી ઉઠી હતી. ત્યારે પોલીસ દ્વારા આ બાબતે યુવતીના નિવેદન પરથી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવતા પોલીસે યુવતીના બેડરૂમમાંથી સીસીટીવી કેમેરા,અશ્લીલ સંસાધનો કબજે કરી યુવતીના પતિ સસરા અને સાસુની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!