રાજકોટ શહેરમાં ચોરી કે ગુમ મોબાઈલ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધી ચૌધરી, ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર પુજા યાદવ (ઝોન-1), મદદનીશ પોલીસ કમિશનર બી.વી.જાધવની સુચના અનુસાર રાજકોટ જિલ્લામાં પરિણામલક્ષી કામગીરી થઈ રહી છે. ત્યારે માલવીયાનગર પોલીસ દ્વારા CEIR APP અંતર્ગત દાખલ થયેલ મોબાઈલ અરજીના કુલ ૩૩ મોબાઇલ તેના અરજદારોને પરત આપવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોબાઈલ ગુમ થયેલ,પડી ગયેલ તથા ભુલી ગયેલના કીસ્સાઓમાં CEIR પોર્ટલમાં મોબાઈલ ફોનના IMEI ટ્રેસીંગમાં મુકવા અને CEIR પોર્ટલ ટ્રેસેબીલીટી રીપોર્ટ આધારે વધુમાં વધુ મોબાઈલ ફોન રીકવર કરવા માટે અસરકારક કામગીરી કરવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા સુચના આપવામાં આવેલ હોય જેને લઇ માલવીયાનગર પોલીસ સ્ટેશનનાં પી.આઈ. એ.બી. જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે તા.૦૧/૦૧/૨૦૨૪ થી ૩૧/૦૧/૨૦૨૪ દરમ્યાન “CEIR APP” અંતર્ગત દાખલ થયેલ મોબાઈલ અરજીઓ પૈકી કુલ ૩૩ મોબાઇલ જેની કિંમત રૂપીયા- ૫,૨૦,૭૦૦/- ના મોબાઇલ અરજદારોને પરત કરવામાં આવ્યા છે.