મોરબીના રાજપર ગામે રહેતા મૂળ દાહોદ જીલ્લાના રહેવાસી ઉષાબેન ભવરસિંગ પરમાર ઉવ.૨૨ એ ગત તા.૨૧ ડિસેમ્બરના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી જતા પતિ સહિતના પરિવારજનો પરિણીતાને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યાં ડોક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી, ત્યારે ત્રણ દિવસની ટૂંકી સારવારમાં ઉષાબેનનું મૃત્યુ નીપજ્યું હતું, હાલ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરીને આપઘાત કરવા પાછળના કારણો સહિતની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.