ખેડૂતે પોતાની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાવતા લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુન્હો નોંધાયો
હળવદ : હળવદના રણછોડગઢ ગામેં બે શખ્સોએ જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાયેલ છે.જેમાં ખેડૂતે પોતાની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
હળવદ પો.સ્ટે.માં ફરિયાદી શૈલેષભાઈ ગણેશભાઈ પટેલ (ઉ.વ.૩૭ ધંધો.ખેતી રહે.ગામ-સમલી તા.હળવદ)વાળાએ આરોપીઓ રમેશભાઈ રૂપાભાઈ કોળી, પ્રભુભાઈ રૂપાભાઈ કોળી (બન્ને રહે.રણછોડગઢ તા.હળવદ)ની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવેલ કે, આરોપીઓએ ફરીયાદીની માલીકીની રણછોડગઢ ગામની સીમના રેવન્યુ સવૅ નં.૨૩૬ વાળી જમીન હે.આર.ચો.મી. ૨-૧૫-૫૦ વાળી જમીન પર ગેર કાયદેસર કબજો કરી આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી હતી.