મોરબીનાં રંગપર ગામની સીમમાં દલસુખભાઇ પટેલની વાડીમાં રહેતા પતિ-પત્ની રીનેશ સુખદેવભાઇ સીમલદેવ અને અરુણાબેન રીનેશભાઇ સીમલદેવે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતા જ યુવકના પિતા સીમલદેવે બંનેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં હાજર ડોક્ટર દ્વારા બંનેને સારવાર અર્થે ખસેડ્યા હતા. તેમજ ડોક્ટરના જણાવ્યા અનુસાર, બંને યુગલો જયારે હોસ્પિટલ આવ્યા ત્યારે ભાનમાં હતા. ત્યારે આ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે..









