Friday, September 20, 2024
HomeGujaratમોરબીના રંગપર ગામે જાહેરમાં પત્તા ટીચતા બે ઈસમો ઝડપાયા

મોરબીના રંગપર ગામે જાહેરમાં પત્તા ટીચતા બે ઈસમો ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીને આધારે દરોડો પાડી ને રંગપર ગામે જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને પકડી પાડીને કાર્યવાહી આરંભી છે

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના રંગપર ગામના પાદરમાં આવેલ તળાવની પાળ નજીક જાહેરમાં તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા નવઘણભાઇ માત્રાભાઇ ગોલતર ઉવ-૫૨ રહે.ત્રાજપર ખારી રામાપીરના મંદીર પાસે તા.જી.મોરબી તથા જયદિપભાઇ મુકેશભાઇ ઝાલા ઉવ-૨૪ રહે.મોરબી-૨ ધરમપુર રોડ ભીમસર તા.જી.મોરબીને રોકડા રૂપિયા ૫૭૦/-સાથે તાલુકા પોલીસે રંગેહાથ ઝડપી લીધેલ હતા. આ સાથે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!