પંચાયત સિંચાઇ વર્તુળ ગાંધીનગર હસ્તકની બનાસકાંઠા પંચાયત સિંચાઇ વિભાગ પાલનપુર તત્કાલિન નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ એકના અઘિકારી નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી જળસિંચન પેટા વિભાગ રાપર કચ્છ વિરૂદ્ધ એ. સી.બી. દ્વારા લાંચની માંગણીનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
નાયબ કાર્યપાલકની કચેરી રાપર ખાતે વર્ષ ૨૦૨૧ માં ફરિયાદી તળાવનું રીપેરીંગ કરવા માટે કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ ૧ ના અધિકારીને મળતાં તળાવનું રીપરીંગ તેમજ ઉંડુ કરવાના કામ માટે રૂપિયા ૧૫,૦૦૦/- ની ગેર કાયદેસર લાંચની માંગણી કરી હતી. જેનુ રેકોર્ડીંગ ફરિયાદીએ કરી લીધા બાદ લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી લાંચની માંગણી અંગેની ફરિયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લાંચના છટકા દરમ્યાન આરોપીએ લાંચના નાણા સ્વીકાર્યા ન હતા. જેથી કચ્છ(પુર્વ) એ.સી.બી. પોલીસ સ્ટેશન ગાંધીધામ ખાતે નિષ્ફળ છટકુ જાહેર કરાયું હતું. ત્યાર બાદ કચ્છ(પુર્વ) એ.સી.બી. પોલીસ સ્ટેશન ગાંધીધામ દ્વારા નિષ્ફળ છટકા અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડી કચેરી અમદાવાદ ખાતેથી પ્રાથમીક તપાસ કરવાનો હુકમ મેળવી તપાસ દરમ્યાન આરોપી ચંદ્રકાન્ત શંકરદાન ગઢવીએ ફરિયાદી સાથે લાંચની માંગણી બાબતે હેતુલક્ષી વાતચીત કરેલ હોવાના દસ્તાવેજી પુરાવા, વૈજ્ઞાનીક પુરાવા અને સંયોગીક પુરાવા મળતા લાંચની માંગણીનો ગુનો બનતો હોવાનું સ્પષ્ટપણે સામે આવતા પીયુષ પટેલ, નિયામક લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા હુકમ કરતા તે મુજબ આરોપી ચંદ્રકાન્ત શંકરદાન ગઢવી, કાર્યપાલક ઇજનેર (સીવીલ), વર્ગ-૦૧, ગાંધીનગર પંચાયત સિંચાઇ વર્તુળ ગાંધીનગર હસ્તકની બનાસકાંઠા પંચાયત સિંચાઈ વિભાગ પાલનપુર, તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી, જળસિંચન પેટા વિભાગ, રાપર-કચ્છ વિરૂધ્ધ કચ્છ (પુર્વ) એ.સી.બી. પોલીસ સ્ટેશન ગાંધીધામ બ્ર.નિ.અધિ. ૧૯૮૮ (સુધારો ૨૦૧૮)ની કલમ-૭ મુજબનો ગુનો તા.૦૬/૦૫/૨૦૨૫ ના રોજ એલ.એસ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, કચ્છ(પુર્વ) એ.સી.બી. એ મદદનીશ નિયામક એ.સી.બી. બોર્ડર, એકમ ભુજના સુપરવિઝન હેઠલ દાખલ કર્યો છે.
ત્યારે સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારી/કર્મચારી દ્વારા કાયદેસર મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઇ ગેરકાયદેસર અવેજની માંગણી કરવામાં આવે તો તેઓ સરકારી અધિકારી/કર્મચારીઓ અંગેની જાણ એ.સી.બી.કચેરીના ટોલ-ફ્રી નં-૧૦૬૪ ફોન નંબર-૦૨૮૩૬-૨૨૭૫૦૦, ઈ-મેઇલ એડ્રેસ [email protected] ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવા નાગરીકોને આહવાન કરવામાં આવ્યું છે.