Sunday, May 19, 2024
HomeGujaratમાળીયા મીયાણાના રોહીશાળા ગામે વાડી માલિકનું કાસળ કાઢનાર કાકી ભત્રીજો ઝડપાયા

માળીયા મીયાણાના રોહીશાળા ગામે વાડી માલિકનું કાસળ કાઢનાર કાકી ભત્રીજો ઝડપાયા

માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા.૧ ના રોજ રોહીશાળા ગામ ખાતે આધેડ ખેડૂત ની કોઈ અગમ્ય કારણોસર તીક્ષણ હથિયાર વડે મારી હત્યા કરી પર પ્રાંતીય શ્રમિક મહિલા પુરુષ પોતાના વતન નાસી જતા માળિયા મીયાણા પોલીસે તેમના વતનથી ધરપકડ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મિંયાણાના રોહિશાળા ખાતે રહેતા અને ખેતી કામ કરતા ૫૭ વર્ષીય ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયાના ભાઈ પરેશભાઈને આરોપી રાજેશ ઉર્ફે રાકેશભાઈ જુવાનસિંહ બધેલ તથા આરોપીની કાકી રાજબાઈ બંને મળી કોઈ અગમ્ય કારણોસર હથિયાર વડે માથાના પાછળના ભાગે તેમજ ગળાના ભાગે અને મોઢાના ભાગે ગામ મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવી હત્યા કરતા માળિયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાયો હતો. ત્યારે બંને આરોપીની અટક કરવા માટે તપાસમાં હતા. ત્યારે આરોપીઓ પોતાના રહેણાંક છોટા ઉદયપુર તેમજ મધ્યપ્રદેશમાં હોવાની હકીકત મળતા તપાસમાં જવા માટે પોલીસ અધિક્ષકની મંજૂરી લઈ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનની એક ટીમ એ જગ્યા ઉપર જવા રવાના થઈ હતી ત્યારે આરોપીઓ હાજર મળી આવતા તેમની મૌખિક પૂછપરછ કરી આરોપીએ ગુનો કબુલ કરતા આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!