રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં MJMCનો કોર્ષ હવે ફરજિયાત બે વર્ષનો કરાયો છે. અત્યાર સુધી BJMC કર્યું હોય તેઓને MJMCમાં એક વર્ષ જ અભ્યાસ કરવો પડતો હતો, પરંતુ હવે વિદ્યાર્થીઓને ફરજિયાત બે વર્ષ માસ્ટર ડીગ્રીના કરવા પડશે. અભ્યાસ સમિતિના આ નિર્ણયને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તેમજ આ મામલે કુલપતિને બીજેએમસી 2022-23 ના વિદ્યાર્થીએ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
બી.જે.એમ.સી.નાં વિદ્યાર્થીઓએ કુલપતિને પાઠવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, આ વર્ષ બીજેએમસી પુરુ કરનાર વિદ્યાર્થીઓને એમ.જે.એમ.જી. કુલ 3 વર્ષનો કોર્ષ પડશે. જે કદાચીત યોગ્ય નથી. એ બાબતે અમોને યોગ્ય ન્યાય આપવા અન્જ.બી.જે.એમ.સી.ના આ વર્ષના વિદ્યાર્થીઓનો સિલેબસ એમ.જે.એમ.જી. આવી જાય છે. જે બી.જે.એમ.સી.ના વિદ્યાર્થીઓ ભણી ચુક્યા છે. એને રીપીટ કરીને અમારા જેવા અનેક વિદ્યાર્થીઓના સમય, શક્તિ અને નાણાનો વ્યયના ના થાય એ બાબતે અમોને યોગ્ય ન્યાય આપવા અરજ. વિજુ કે, બે વર્ષ વધારે કરવાથી જે વિદ્યાર્થીઓ સરકારી નોકરીને અનુલક્ષીને એમ.જે.એમ.જી. કરી રહ્યા છે. એ લોકોને એક વર્ષ પછી આવનારી સરકારી ભરતીનો લાભ નહી મળી શકે. એમને હવે 2 વર્ષ પછી ખખઈ બેસ પર સરકારી નોકરીની તક ઉભી થશે. જે માત્ર જર્નાલીઝમ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા અમુક વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર કરી શકે છે. એ બાબતે અમોને યોગ્ય ન્યાય આપવા તેમજ સામાન્ય વિદ્યાર્થીઓને આવી મોંઘવારીના સમયમા ત્રણ વર્ષનો કોર્સ આર્થિક રીતે ખુબ મોટા બોજા રૂપ બની શકે છે. બાબત વિદ્યાર્થીના અભ્યાસક્રમનુ અગત્યનો એક વર્ષનો સમયગાળાનુ મોટુ નુકસાન રહ્યુ છે જ કોઈ પણ પ્રકારે ભરપાઇ થઈ શકે એમ નથી. એ બાબતે અમોને યોગ્ય ન્યાય આપવા અને જે વિદ્યાર્થીઓ એમ.જે.એમ.જી. બાદ પત્રકારત્વ ક્ષેત્રે પી.એચ.ડી. કરવા માંગે છે. એમના માટે એક વર્ષનો વધારાનો સમયગાળો કોઈ પણ રીતે યોગ્ય જણાતો નથી. એ બાબતે અમોને યોગ્ય ન્યાય આપવા અરજ. આ બાબતે નવો કોર્સ અને સીલેબસ આવ્યા બાદ પબ્લિકેશન વાળા લોકો બુકો પબ્લિશ કરશે. જેના માટે ધણો લાંબો સમય લાગી શકે છે. ત્યારે આ વર્ષેના વિદ્યાર્થીઓની કારકિર્દીને અનુલક્ષીને આ નિર્ણયને એક વર્ષનો પુરતો સમય આગળ ઠેલીને પુર્વ તૈયારી સાથે આવતા વર્ષથી આ બાબતને અમલમા મુકવી હિતાવહ છે. તાર્કિક રીતે વિચારવામા આવે તો બીજા પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય રેહલ છે. આથી આપ નામદાર કુલપતીને અમો તમામ વિદ્યાર્થીઓ લેખિત અરજ કરીને અમારી કારકિર્દીને ધ્યાને લઈ ને યોગ્ય ન્યાય આપવા અરજ કરીએ છીએ. અમો તમામ વિદ્યાર્થીઓ દ્વારા નામદાર કુલપતિ તથા કુલસચિવને ઇ-મેલ મારફતે રજુવાત કરવામાં આવેલ છે. પરંતુ એ બાબતે યુનિવર્સિટી તરફથી કોઈ પણ પ્રકારેનો અમોને જવાબ મળેલ નથી. અમો આ લેખિત રજુવાત કરીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા બીજેએમજી ના વિદ્યાર્થીઓને એક વર્ષનું નુકશાન ના જાય એ પ્રકારે યોગ્ય નિર્ણય કરી કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ. અમારી માંગણીઓ પર કોઈ પગલા ભરવામાં નહિ આવે તો આવનારા સમયમાં અમાસ દ્વારા પત્રકારત્વ અભ્યાસક્રમ સાથે સંકળાયેલ તમામ વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરીને અમારી માંગણીઓ બાબતે યુનિવર્સિટી પર ધારણ પ્રદર્શન કરીશું. તેવી બીજેએમસીનાં છાત્રાએ ચીમકી ઉચ્ચારી છે.