Sunday, December 22, 2024
HomeGujaratશકત શનાળા ગામે પુરપાટ ઝડપે જતી કારે અચાનક બ્રેક મારતા કાર પાછળ...

શકત શનાળા ગામે પુરપાટ ઝડપે જતી કારે અચાનક બ્રેક મારતા કાર પાછળ બાઈક અથડાઈ : ચાલક ઈજાગ્રસ્ત

મોરબીના શકત શનાળા ગામે વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં પુરપાટ ઝડપે જતી કારે બાઇકને ઓવરટેક કરી અચાનક બ્રેક મારતા બાઈક ધડાકાભેર કાર સાથે અથડાઈ હતી. જેના કારણે બાઈક ચાલક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ બિલ્ડીંગ નં.-૧૧ બી.-૩ ખાતે રહેતો ભાવેશભાઇ રમણીકભાઇ રાઠોડ નામનો યુવક ગત તા.૩૦/૦૭/૨૦૨૩નાં સવારના સમયે પોતાની મોટર સાયકલ લઈ શનાળા ગામે શકિત માતાજીના મંદીર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે જી.જે.-૩૬-એલ-૮૫૯૩ નંબરનો હયુંડાઇ કારનો ચાલક પુર ઝડપે અને બેદરકારી અને ગફલત ભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરિયાદીના મોટર સાયકલનો ઓવરટેક કરી તુરત જ આગળ જઇને ઓચીંતાની બ્રેક મારી સીગ્નલ આપ્યા વગર ઓચીંતાની ડાબી બાજુ વણાંક લેતા ફરિયાદીનુ મોટર સાયકલ આ હયુંડાઇ કારની પાછળ ભટકાય જતા એકસીડન્ટ થતા ફરિયાદી યુવકને ડાબા હાથના કોણી અને પંજાના વચ્ચેના ભાગે ફેકચર જેવી ઇજા થતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!