મોરબીના શકત શનાળા ગામે અગાઉ હોટલમાં કામ કરતા યુવકને રૂપિયા ૫૦ હજાર આપ્યા હોય હાલ આ યુવક આરોપીની હોટલમાંથી નીકળી ગયો હોય ત્યારે આપેલ રૂપિયાની ઉઘરાણી કરી શનાળા ગામમાં જ રહેતા બે ભાઈઓ દ્વારા યુવકને શક્તિમતાજીના મંદિર પાસે બોલાવી ધોકા તથા ઢીકાપાટુનો માર મારતા યુવક દ્વારા ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શકત શનાળા શક્તિ માતાજીના મંદિર પાછળ રહેતા કપિલ્સિંહ રાજેન્દ્રસિંહ ઝાલા એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા તથા દિગ્વિજયસિંહ છત્રસિંહ જાડેજા વિરૂદ્ધ માર મારવાની તથા જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ૩૨૩,૫૦૪,૫૦૬ તથા જીપી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.
બનાવની વિગતો અનુસાર કપિલસિંહ ઝાલા દ્વારા ફરિયાદમાં જણાવ્યા અનુસાર ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા તથા દિગ્વીજયસિંહ છત્રસિંહ જાડેજાની હોટલમાં અગાઉ કપીલસિંહ કામ કરતા હોય અને થોડા સમય પહેલા ઉપરોક્ત હોટલમાંથી રાજીખુશીથી નીકળી ગયેલ હોય જેનો ખાર રાખી આ બંન્ને ભાઈ મારી પાસે રૂપીયા પચ્ચાસ હજારની અવારનવાર ફોન કરી માંગણી કરતા હોય ત્યારે ગઈકાલ તા.૧૬/૦૬ ના રાત્રે કપીલસિંહને ફોન કરી શનાળા ગામ શક્તિમાતાના મંદિર પાસે ઘનશ્યામસિંહે બોલાવી બોલાચાલી કરી તેના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે માર મારવા લાગેલ તે દરમિયાન આરોપી દિગ્વિજયસિંહ પણ આવી જતા તે પણ ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગતા ત્યારે આજુબાજુના લોકો તથા ફરિયાદી કપીલસિંહના ભાઈ ભગીરથસિંહ આવી જતા વધુ મારમાથી બચાવેલ અને આ બંન્ને ભાઇઓ જતા જતા કહેવા લાગેલ કે આજ તો તું બચી ગયો છું ”જો અમારા રૂપીયા પચ્ચાસ હજાર નહીં આપે તો તને જાનથી મારી નાખશું” તેમ કહી સ્થળ ઉપરથી જતા રહેલ હોય જે મુજબની ફરિયાદ નોંધાવતા અત્રેના એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.