Thursday, January 16, 2025
HomeGujaratટંકારામાં ખંડણીખોરોએ બે વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી માંગી:આરોપીઓ હાથવેંતમાં

ટંકારામાં ખંડણીખોરોએ બે વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી માંગી:આરોપીઓ હાથવેંતમાં

ટંકારાના એક વેપારી સહિત બે લોકોને અજાણ્યા સખશો દ્વારા ફોન કરી ને ખંડણી માંગવામાં આવી છે અને જો નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં વિગત પ્રમાણે ટંકારાના અરવિંદભાઇ સવજીભાઈ કકાસણીયા (ઉ.38 રહે ધર્મભક્તી સોસાયટી,ટંકારા)વાળા ને અજાણ્યા શખ્સો દ્વારા ફોન કરી ને ધમકી આપવામાં આવી હતી કે દસ લાખ રૂપિયા પહોંચાડો નહિતર જાનથી મારી નાખીશુ તથા ફરિયાદી ના સ્વજનનું થોડા દિવસો પેહલા જ અવસાન થયું હોય જેને લઈને આ અજાણ્યા શખ્સો દ્વારા એવો ઘટસ્ફોટ પણ કરવામાં આવ્યો છે કે મૃતક ફરિયાદીને સ્વજન ને પણ ખંડણી ખોરો દ્વારાજ મારી નાખવામાં આવ્યા છે અને જો દસ લાખ રૂપિયા નહિ આપે તો ફરિયાદીને પણ મારી નાખવાની ધમકી આઓવામાં આવી છે જેને પગલે ફરિયાડી અરવિંદભાઇ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન માં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જ્યારે બીજા બનાવમાં ટંકારા ના અશોકભાઈ મોહનભાઇ મુછાળા (ઉ.45 રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી ,ટંકારા,મુ.રહે.મિતાણા) વાળા ને અજાણ્યા નમ્બર પરથી ફોન કરી ને રૂપિયા પાંચ લાખ ની ખન્ડની માંગવામાં આવી છે જેમાં પણ ખંડણી ખોરો દ્વારા પૈસા નહિ આપે તો જાન થી મારી નાખવાની ધમકી આપવા આવી છે.જેમાં પણ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે.

ટંકારા પંથકમાં એક સાથે ખંડણીના બે બનાવો બનતા ચકચાર ઉઠવા પામી છે ઉપરાન્ત ફરિયાદી અરવિંદભાઈ ને ખંડણીખોર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેના મૃતક સ્વજન ને પણ તેઓએ જ પતાવી દીધા છે અને આગામી સમયમાં પૈસા નહિ મળે તો તેને પણ પતાવી દેશે.જેથી ટંકારા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટિમો ને કામે લગાડવામાં આવી છે અને ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાયા બાદ હજુ પણ મોટા ઘટસ્ફોટ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!