ટંકારામાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બાંધકામના રૂપિયા લેવા ગયેલ એક યુવક પર બે ઈસમોએ હિચકારી હુમલો કર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે યુવકે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકા પંચાયત સામે રહેતા અને કંટ્ર્કશનનું કામ કરતા જીતેન્દ્રભાઇ કરશનભાઇ પડાયા નામના યુવકને વિશાલભાઇ જયસ્વાલ પાસેથી બાંધકામના રૂપીયા લેવાના હોય જે બાબતે કૌશીકભાઇ રમણીકભાઇ જયસ્વાલે ફરિયાદી યુવકને લજાઇ ચોકડી પર બોલાવી કૌશીકભાઇએ યુવકને માથાના ભાગે લાકડાના ધોકકા વડે એક ધા મારી તથા વિશાલભાઇએ ડાબા પગના સાથળના ભાગે ધોકકાનો એક ધા મારી તથા દિવ્યરાજસિંહ ઝાલાએ ડાબા હાથમા ધોકકાનો એક ધા મારી મુંઢ ઇજા કરી તથા યુવકને ગાળો આપી જાતીપ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.