રાત્રે નાંમકિત કલાકારો જીજ્ઞેશ બારોટ (કવિરાજ) ભુમી આહિર નરેશ વાધેલા દાંડીયા રાસમાં રમઝટ બોલાવશે
ટંકારા તાલુકાના જબલપુર નિવાસ બાબુભાઈ ઝાપડાના ચિ. પુત્ર કાંધલ ના શુભ લગ્ન પ્રસંગે વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા જશે આ શાહી લગ્ન ને લઇને સમગ્ર જબલપુર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઝાપડા પરિવારના આંગણે આ શાહી લગ્નની શરૂઆત થઈ ગઈ છે. મામેરા આગમન ફુલેકું સંગીત સંધ્યા બાદ હાલે ભોજન સમારંભ ચાલું છે ત્યારે આજે રાત્રે ગુજરાતના નામી કલાકારો ના મધુર કંઠે જબલપુર રામવાડી ખાતે દાંડિયા રાસ યોજાશે આ શુભ પ્રસંગે અનેક નામી હસ્તીઓ આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે.
આવતીકાલે વહેલી સવારે જાન હેલિકોપ્ટર દ્વારા ધ્રોલ ખાતે શૈલેષભાઈ ગમારા ના ચિ.પુત્રી મોનિકા સંગ વિવાહ કરી જાન ફરી હેલીકોપ્ટર દ્વારા ટંકારા આવશે. આ રીતે ટંકારા તાલુકામાં પહેલી વાર કોઈ વરરાજો જાન હેલિકોપ્ટર લઈ પરણવા જશે અને સમગ્ર ટંકારા પંથકમાં આ શાહી લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે.