Sunday, November 17, 2024
HomeGujaratટંકારામાં SOG દ્વારા સાયબર ક્રાઇમ, એનડીપીએસ સહિતની બાબતો અંગે વિધાર્થીઓને વાકેફ કરાયા

ટંકારામાં SOG દ્વારા સાયબર ક્રાઇમ, એનડીપીએસ સહિતની બાબતો અંગે વિધાર્થીઓને વાકેફ કરાયા

ટંકારા તાલુકાના હડમતિયા ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોને મોરબી સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા મિટીંગ યોજી નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો (NDPS) તથા વધતા જતા મોબાઇલ ઉપયોગ વડે આચરવામાં આવતો સાઈબર ક્રાઈમ અને એનાથી આપણે કેવી રીતે બચી શકી તથા જો ભોગ બની તો ક્યા અને કેવા પગલા લેવા સહિતના ઉપયોગી વાર્તાલાપ થકી ભવિષ્યના નાગરીકોને વાકેફ કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ તકે (એસઓજી) પીઆઈ એમ પી પંડયા સહિત SOG સ્ટાફ રણજીતભા ગઢવી, રશિકભાઈ કડીવાર ટંકારા પોલીસ સ્ટેશનના સી ટીમના પ્રવિણભાઈ મેવા સતિષ બસીયા પારૂલબેન પરમાર અને કિરણબેન ઢેઢી સહિતના શિક્ષકો અને બાળકો જોડાયા હતા.

સી ટિમે ગામ મુલાકાત વેળાએ સિનિયર સિટીઝન વુધ્ધાની મુલાકાત લીધી હતી અને ખબર અંતર પુછી હાલે જરૂરીયાત પ્રમાણે કાચો રાશનીગ જથ્થો લઈ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા પોલીસની સી ટિમ સતત સમાજમાં પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્ર ને સાર્થક કરવા તત્પર રહે છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!