દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને સંપૂર્ણપણે ટેકો જાહેર કરી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશીંગુ ફુક્યું
ટંકારા : કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ સંબંધિત ત્રણ કાયદાઓને રદ કરવા તથા દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને ટેકો આપવા માટે ટંકારા તાલુકા કોંગ્રેસ દ્વારા આજે બેઠક યોજાઇ હતી. જેમાં પ્રથમ ટંકારા તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. તેમજ દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને સંપૂર્ણપણે ટેકો જાહેર કરી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશીંગુ ફુક્યું હતું.
ટંકારા તાલુકા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારના કિસાન વિરોધી કાળા વિધાયક નાબૂદ કરવાની માંગ કરી દિલ્હીમાં ચાલી રહેલ કિશાન આંદોલનમાં શહીદ થયેલા કિસાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ દિલ્હીમાં ચાલતા કિસાન આંદોલનને સંપૂર્ણ ટેકો આપવા માટે આજે કાર્યકરો રામાપીર મંદિરે એકત્રિત થઈને એકી અવાજે ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ તકે કોંગ્રેસ પ્રમુખ ભૂપતભાઇ ગોધાણી, મહામંત્રી દુષ્યંત ભુત, હાસમભાઈ, અશોકભાઈ, રૂશતમભાઈ, નિલેશ પટણી ઉપરાંત તાલુકાના તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શક્તિ પ્રદર્શન બતાવ્યું હતું.