Friday, December 27, 2024
HomeGujaratટંકારામાં પુરપાટ ઝડપે જતા છોટાહાથીનું ટ્રક સાથે અકસ્માત સર્જાતા બે યુવકો ઈજાગ્રસ્ત

ટંકારામાં પુરપાટ ઝડપે જતા છોટાહાથીનું ટ્રક સાથે અકસ્માત સર્જાતા બે યુવકો ઈજાગ્રસ્ત

ટંકારામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતું છોટાહાથી વાહન આગળ જતા ટ્રકના પાછળના ભાગે ભટકાતા છોટાહાથીમાં સવાર બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. જે સમગ્ર મામલે ટંકારા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટનાં કોટડાસાંગાણીમાં આવેલ ગણેશનગરમાં રહેતો મૂળ જૂનાગઢનો કિશોરભાઇ ભાણજીભાઇ વાઢેર ગત તા-૧૮/૦૯/૨૦૨૩ ના રોજ  GJ03BW-3193 નંબરના છોટાહાથીમાં અંકીત હસમુખભાઇ વાઢેર (રહે-શાપર તા- કોટડા સાંગાણી જી-રાજકોટ) સાથે ધ્રુવનગર ગામ થી આગળ આવેલ મામાદેવના મંદીર પાસે રોડ પરથી પસાર થતા હતા. ત્યારે અંકીતે છોટાહાથી ફુલસ્પીડમા તથા ગફલતભરી રીતે ચલાવી આગળ જતા ટ્રકના પાછળના ભાગે ભટકાવતા ફરિયાદીને ડાબા પગની પેનીના ભાગે તથા કમરના મણકાના ભાગે ફેકચર થયું હતું. તથા વાહન ચાલકને પગમા ફેકચર પહોંચતા સમગ્ર મામલે કિશોરભાઇએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!