ટંકારાના બંગાવડી ગામે બાજુ બાજુમાં રહેતા કુટુંબી ભત્રીજા દ્વારા કાકાને અવારનવાર ગાળો આપી હેરાન કરતા હોય જેથી કાકાએ આ બાબતે ભત્રીજાને ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઈ ત્રણ ભત્રીજા તથા તેની માતા દ્વારા ઝપાઝપી કરી કાકાને બે ત્રણ ઝાપટ મારી લાકડાના ધોકા વડે માર મારતા સમગ્ર બનાવ મામલે ભોગ બનનારના દીકરી દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક મહિલા સહીત ચાર સામે ગુન્હો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર ટંકારાના બંગાવડી ગામે રહેતા ઉર્વશીબા સિંધ્ધરાજસિંહ મહોબતસિંહ જાડેજા ઉવ.૨૧ એ આરોપી (૧)કુલદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (૨)ગીતાબેન મહેન્દ્રસિંહ જાડેજા (૩)રાજદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (૪)જયદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રહે.બધા બંગાવડી તા.ટંકારા જી.મોરબી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટે.માં ફરિયાદ લખાવી જાહેર કર્યું કે ફરિયાદી ઉર્વશીબાના કુટુંબી ભાઈ કુલદીપસિંહ અવાર નવાર ઉર્વશીબાના પિતાને ગાળો આપી હેરાન કરતા હોય જે બાબતે ગત તા. ૨૬/૦૧ના રોજ ઉર્વશીબાના પિતાએ ગાળો આપવાની ના પાડતા કુલદીપસિંહ, તેની માતા ગીતાબેન, તેનો ભાઈ રાજદીપસિંહ તથા ત્રીજો ભાઈ જયદીપસિંહ એમ ચારેય આરોપીઓએ ઉર્વશીબાના પિતા સાથે ઝપાઝપી કરી બે ત્રણ ફડાકા મારી લાકડાના ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બનાવ મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ સામે આઇપીસી કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.