Wednesday, December 18, 2024
HomeGujaratટંકારાના લજાઈ ગામે ડોક્ટરની ક્લિનિકમાં માથાભારે શખ્સનો આતંક:ગુનો નોંધાયો

ટંકારાના લજાઈ ગામે ડોક્ટરની ક્લિનિકમાં માથાભારે શખ્સનો આતંક:ગુનો નોંધાયો

‘મોરબીમાં મારી પાછળ કેમ આંટા મારે છે’ તેમ કહી ડોક્ટર સાથે માથાકૂટ કરતા વચ્ચે છોડાવવા આવેલ પિતા-પુત્ર, ભત્રીજાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી

- Advertisement -
- Advertisement -

ટંકારાના લજાઈ ગામે ગામના એક શખ્સે ડોક્ટરની ક્લિનિક માથે લીધી હતી, જેમાં ડોક્ટર સાથે ઝઘડો કરતા શખ્સને એમ ન કરવાનું ક્લિનિકની બાજુમાં રહેતા વૃદ્ધ દ્વારા કહેતા એકદમ ઉશ્કેરાયેલ શખ્સે વૃદ્ધ તથા તેમના પુત્ર અને ભત્રીજાને પાવડા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ક્લિનિક બહાર પડેલી ડોક્ટરની કારમાં કાચ તોડી નાખી નુકસાની કરી હતી, ત્યારે ઇજાગ્રસ્ત વૃદ્ધ દ્વારા આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ટંકારાના લજાઈ ગામે રહેતા અમૃતભાઈ વાલજીભાઈ કોટડીયા ઉવ.૬૩ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી નરેશભાઈ જયંતીભાઈ કોટડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૧૭/૧૨ ના રોજ ફરિયાદી અમૃતભાઈ લજાઈ ગામે ડોકટર પ્રફુલભાઈ કાનજીભાઈ પરમારના આઇ ખોડલ ક્રુપા ક્લીનીકમા બેઠા હતા ત્યારે ક્લીનીકની સામે રહેતા આરોપી નરેશભાઈ જયંતીભાઈ કોટડીયાએ ક્લીનીકના પાછળના દરવાજાથી આવી ડોકટર સાહેબને કહેવા લાગેલ કે, ‘કેમ તુ મારી પાછળ મોરબીમા આટા મારતો હતો’ તેમ કહિ ડોકટર સાહેબ સાથે ઝગડો કરવા લાગતા ફરીયાદીએ ઝગડો કરવાની ના પાડતા આરોપી એકદમ ઉશેકરાઇ જઈ ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી અમૃતભાઈને પછાડી દઈ ઘરેથી એક પાવડો લઈ આવી અમૃતભાઈના દિકરા જયદિપને અને ભત્રીજા જીતેન્દ્રભાઈને માર મારી મુંઢ ઇજા કરી તથા ક્લીનીક બહાર પડેલ ડૉકટર સાહેબની સ્વીફટ ગાડી રજી.નં- જીજે-૩૨-કે-૪૮૯૫ નો પાછળનો કાંચ તોડી નુકશાન કરી તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નરેશભાઈ ચાલ્યો ગયો હોય, ત્યારે સમગ્ર બનાવ મામલે ટંકારા પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!