Friday, October 18, 2024
HomeGujaratટંકારાના સરાયા ગામે વિજ તાર ટુટતા શેરડીનો ઊભો પાક બળીને ખાખ:ખેડૂતની મહેનત...

ટંકારાના સરાયા ગામે વિજ તાર ટુટતા શેરડીનો ઊભો પાક બળીને ખાખ:ખેડૂતની મહેનત આગમાં ભસ્મીભૂત

ખેડુતના મોઢે આવેલ કોળીયો જુટવાઈ ગયો સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી ખેતરે રાખેલ કપાસ પણ બચી જતા રાહતનો શ્વાસ લીધો

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે સાવડી ફિડર (ગોમટો) ફિડર તળે અબ્દુલભાઈ જુમ્માભાઈ કૈડા ના ખેતર માથી પસાર થતી પિજીવિસીએલ ની વિજલાઈનના તાર પ્રસાર થતા હોય જે આજે સાંજે અચાનક ટુટી જતા નિચે રહેલ દોઢ વિધાના શેરડીના વાડમાં ભડભડ સળગી ઉઠતા થોડી વાર માટે અફરાતફરી મચી જવા પામી હતી જોત જોતામાં ખેડૂતો એકઠા થઈ ગયા હતા અને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો પરંતુ આગ એટલી ભીષણ હતી કે તમામ ધરતીના અમુત ને છમ કરીને શુકવી નાખયુ હતું જો કે ખેતરે એકસો મણ જેટલો કપાસ પણ હતો જ્યા લોકો એ મહેનત કરી બચાવી લિધો હતો અને સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી

વસિમ કૈડા એ જણાવ્યું હતું કે બનાવ અંગે ટંકારા પિજીવિસીએલના અધિકારી મોડ સાથે ટેલિફોન સંપર્ક કરી ધટના અંગે જાણકારી આપી છે પરંતુ પ્રિ મોન્સૂન કામગીરી હેઠળ કાગળ ઉપર કામગીરી કરતા હોય અનેક નાની મોટી ધટના મા ખેડુતોની મહા મહેનતે તૈયાર જણસ માં ભારે નુકસાન થતુ હોય છે જે અંગે તાત્કાલીક મેગા કામગીરી હાથ ધરવી જોઈએ. આ ધટના મા ટુટેલા તાર પણ ખુબ જુના હોવાનું ખેડૂતો એ જણાવ્યું હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!