ગુજરાતની કડી અને વિસાવદર બે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જે પેટા ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ તરફથી જુદા જુદા આગેવાનોને ચૂંટણી માટેની જવાબદારીઓ સોંપવામાં આવી છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને ભેસાણ વિસ્તારના ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.જે જવાબદારી બદલ પ્રદેશ ભાજપનો બ્રિજેશ મેરજા એ આભાર વ્યક્ત કર્યો છે.
ગુજરાતમાં કડી અને વિસાવદર બે વિધાનસભાની પેટા ચૂંટણી તા. ૧૯ જૂનના રોજ યોજાનાર છે. ત્યારે પ્રદેશ ભાજપ તરફથી જુદા જુદા આગેવાનોને ચૂંટણી માટેની જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેમાં વિસાવદર – ભેસાણ વિધાનસભા સીટની પેટા ચૂંટણી માટે ભેસાણ વિસ્તારના ઇન્ચાર્જ તરીકે મોરબી-માળીયાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત બ્રિજેશ મેરજા વિસાવદર ખાતે રખાયેલ અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહેવા વિસાવદર પંહોચી ગયા છે. અને તેમને સોંપાયેલ જવાબદારી તેમને ઉપાડી લીધી છે અને ચૂંટણી સુધી તેઓ ભેસાણ ખાતે રોકાશે. વિસાવદર ભેસાણ બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલને જંગી બહુમતિથી ચૂંટાવવા માટે સમગ્ર વિસ્તારનો જમીની સંપર્ક કરીને સ્થાનિક આગેવાનોને સાથે રાખી ચૂંટણી પ્રચારની કામગીરી પૂરા દિવસો રોકાઈને ખંતપુવર્ક નિભાવશે તેમજ પોતાને સોપાયેલ આ મહત્વની જવાબદારી બદલ અને પોતાના પર ભરોસો મૂકવા બદલ પ્રદેશ ભાજપના અગ્રણીઓનો બ્રિજેશ મેરજાએ ખાસ આભાર વ્યક્ત કર્યો છે