મોરબી સુપરમાર્કેટ નજીક બનેલ છેડતી મામલે પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. જેમાં આરોપીઓ વિરૂધ્ધ રસ્તો રોકી ચિચિયારીઓ કરી ભય ઊભો કરવાનો ગુનો નોંધાવામાં આવ્યો છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બે સગીર સહિત સાત ઈસમો રાહુલ મહેશભાઈ પટેલ,નયન નાગજીભાઈ પાટડિયા, અક્ષયરાજ લાલુભા ઝાલા,દર્શન લક્ષ્મણભાઈ કેસુર,અરુણ દોલતભાઈ જાદવ અને અન્ય બે સગીર વિરુદ્ધ કલમ 110,111,117,હેઠળ ગુનો નોંધી ને તમામની ધરપકડ કરી લીધી છે તેમજ ઝડપાયેલા તમામ ઈસમો મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ગામડાના રહેવાસી હોવાની વિગતો સામે આવી રહી છે.