મોરબીમાં શહેરમાં આરોપીના નાના બાળકને હેરાન નહિ કરવા ઠપકો આપતાં આરોપીએ ઉશ્કેરાઈને જઈ ગાળો આપી ફરિયાદી અને તેના મિત્રને માર મારી પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી શરીરમાં ઈજા પહોચાડી મોત નિપજાવ્યું હતું. જે બનાવમાં ગુન્હો દાખલ કરી ચાર આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાયો હતો. જે બનાવમાં સ્પેશ્યલ જજ (એટ્રો સિટી) અને બીજા સેશન્સ એડિશનલ સેશન્સ જજ વિરાટ e બુધ્ધ સાહેબ દ્વારા આરોપી રમેશને આજીવન કેદની સખ્ત સજા તથા બે લાખ રૂપિયાની દંડ ફટકારવામાં આવ્યો છે. જો દંડની રકમ ન ભરે તો વધુ એક લાખનો દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મોરબી શહેરમાં ૨૩/૦૩/૨૦૨૨ ના રોજ મોરબીના લીલાપર રોડ ખાતે રહેતા ફરિયાદી હુસેનભાઇ વોરાની ફરિયાદ ઉપરથી તેમના મૃત્યુ પામનાર તેમના મિત્રએ આરોપીના નાના બાળકને હેરાન ન કરવા ઠપકો આપતા આરોપીએ ઉસકે રહેજે ગાળો આપી ફરિયાદીને મૂઢમાર મારી મારી નાખવાના ઇરાદે પેટના ભાગે હથિયાર વડે ઘા મારી તેનું મૃત્યુ નીપજાવી હતું જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા આરોપી રમેશભાઈ ઉર્ફે રમલો મંગાભાઈ બાંભવા, જીજ્ઞાબેન ઉર્ફે જુલીબેન પેથાભાઈ મોરવડિયા, કિશનભાઇ બાબુભાઈ વલીયાણી અને નિલેષ ઉર્ફે હિતો વાલજીભાઈ રાઠોડ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાયો હતો. જે કેસ ચાલતા સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા ૧૬ મૌખિક અને ૪૧ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. વકીલની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને સ્પેશ્યલ જજ (એટ્રોસિટી )અને બીજા એડિશનલ સેશન્સ જજ મોરબી વિરાટ એ બુધ્ધ સાહેબ દ્વારા આરોપી રમેશને કસૂરવાર ઠેરવી આજીવન સખ્ત કેદની સજા તથા બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને જો આરોપી દંડની રકમ ભરે નહિ તો વધુ એક વર્ષની સજા ફકારવામાં આવી છે. તેમજ એટ્રોસિટી કેસમાં સાત વર્ષની સજા અને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને દંડ ન ભરે તો એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે આરોપી જીજ્ઞાબેન મોરવાડિયા, કિશનભાઇ વલીયાણી અને નિલેશ રાઠોડ ને નિર્દોષ છોડવાનો હુકમ કરવામાં આવ્યો છે..