Tuesday, September 17, 2024
HomeGujarat15 લાખનાં બે ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા...

15 લાખનાં બે ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા તથા રૂ.૩૬ લાખનો દંડ ફટકારાયો

જો ચેકમાં લખેલ રકમ કરતા ખાતામાં ઓછી રકમ હોય તો ચેક રીટર્ન થાય છે અને ચેક લખનાર ને ગુનો લાગુ પડે છે. જો ચેક લખ્યા પછી ચેક લખનાર દ્વારા તેનુ એકાઉન્ટ ફ્ર્રિજ કરી દેવામાં આવે તો ખાતા ગમે તેટલા રૂપિયા હોવા છતાય પણ ચેક રીટર્ન થાય છે અને ચેક લખનાર માટે આ બાબત ગુનો ગણાય છે. ત્યારે આવા જ રૂપિયા પંદર લાખના બે ચેક બાઉન્સ થતા આરોપીને મોરબી કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં અંબાજી જવેલર્સમાં સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતી નીતાબેન અલ્પેશભાઈ રવેશીયાએ તેમના મિત્ર વેપારી દિલીપભાઈ કાંતિલાલ પાતડીયાને અંગત જરૂરીયાત માટે રૂપિયાની જરૂર પડતા તા.૦૧/૦૨/૨૦૨૦ ના રોજ રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા તા.૦૫/૦૩/૨૦૨૦ ના રોજ બીજા રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩૦,૦૦,૦૦૦/- ઉછીના તા.ર૦-૦૩-૨૦૨૦ સુધીમાં પરત આપવાની શરતે,વગર વ્યાજના માગતા માત્ર મદદ કરવાની શુભ ભાવનાથી આર.ટી.જી.એસ. મારફત,આરોપીના ખાતામાં ટ્રાન્ફસરથી આપેલ હતા. ત્યારે ફરીયાદીએ લેણી રકમની સમયમર્યાદા પુર્ણ થતા,અમોએ તારીખ ૨૧ -૦૩-૨૦૨૦ ના રોજ આરોપી પાસેથી, લેણી રકમ પરત માંગતા આરોપીએ ફરીયાદીને કાયદેસરની લેણી રકમ ચુકવવા માટે 15 લાખના બે ચેક આપ્યા હતા અને ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં તા.૦૬/૦૫/૨૦૨૦ ના રોજ જમા કરાવતાં ચેક ‘ફંડ ઈન્સીફીસયન્ટ’ ના શેરા સાથે તા.૦૮/૦૫/૨૦૨૦ ના રોજ પરત ફરેલ હતા. જેથી આરોપીએ ફરીયાદીને ચેક આપેલ અને આપેલ ચેકના નાણા ફરીયાદીને ન મળે તેવા બદઈરાદાથી તેમના ખાતામાં પુરતુ ભંડોળ રાખાવમાં આવેલ ન હોય જેથી નીતાબેન અલ્પેશભાઈ રવેશીયાએ દિલીપભાઈ કાંતિલાલ પાતડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ કેસ કોર્ટમાં ચાલતા કોર્ટે બંને પક્ષે દલીલો સાંભળી આજે શ્રી દિલિપભાઈ કાંતીલાલ પાટડીયા ફોજદારી કાર્યરીતી અધીનીયમ કલમ-૨૫૫(૨)તળે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ અન્વયે ગુના સબબ કસુરવાર ઠરાવ્યો હતો અને ગુના બદલ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ભોગવવી તેવો હુકમ કરવામાં આવે છે, તથા રૂ.૩૬,૯૭,૫૦૩/- વળતર પેટે ફરીયાદીને આપવા હુકમ કરવામાં આવે છે. આ ઉપરાંત આરોપી વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!